Np College

Acedemic Event

Expert Talk

Inter Personal Skills & Reading Skills

Dr. Yogesh Ramani

N.P. Arts & Commerce College Keshod (Junagadh)

Date: 14 February 2024

Training Venue: Dharmendrasinhji Arts College Rajkot

 

ઉદિશા શ્રેણી અંતર્ગત તારીખ૧૪.૦૨.૨૦૨૪ શનિવારના રોજ ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ ખાતે એન.પી. આર્ટ્સ &કોમર્સ કોલેજ કેશોદ (જુનાગઢ)ના અંગ્રેજી વિષયના સહાયક પ્રોફેસર ડૉ.યોગેશ રામાણી ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઉદિશાના પ્રકલ્પ અંતર્ગત ડૉ.યોગેશ રામાણી એઇન્ટર પર્સનલ સ્કિલ્સ અને રીડીંગ સ્કિલ્સપર પોતાનું વ્યાખ્યાન આપેલ હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના રૂમ નંબર ૫માં તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ અને ઉદિશાના કોડીનેટર ડો. ભાવેશભાઈ કાછડીયા સાહેબના માર્ગદર્શન અને સંચાલન હેઠળ શરુ કરવામાં આવ્યો હતો.ઉદિશા અંતર્ગત રાખવામાં આવેલ વ્યાખ્યાનમાંઇન્ટર પર્સનલ સ્કિલ્સ શું છે. તેને કઈ રીતે વિકસાવી શકાય? તેના પ્રકારો, સામાજિક જીવનમાં તેનું મહત્વ જેવા વિવિધ મુદ્દાઓ અંગે વિશદ સમજણ આપેલી હતી તેમજ કઈ રીતે અંગ્રેજી વાંચન કરવું સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અંગ્રેજીનું મહત્વ અને દૈનિક જીવનમાં પણ તેના મહત્વ વિશેષ વ્યાખ્યાન આપેલું હતું. અંગ્રેજી અંગેના વિવિધ મુદ્દાઓ સંદર્ભે એકદમ સરળ શૈલીમાં વિદ્યાર્થી સમક્ષ પોતાનું વ્યાખ્યાન આપ્યું.

 

સમગ્ર ઉદિશા કમિટીના સભ્યો,ડૉ.હર્ષિદા જગોદડિયા, ડૉ. કલ્યાણી રાવલ, શ્રીમતી હિના પરમાર, દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કોલેજના સેમેસ્ટર ત્રણ અને પાંચના લગભગ ૩૦ થી વધુ વિદ્યાર્થીઓએ ખૂબ જ રસપૂર્વક ભાગ લીધેલ હતો. કાર્યક્રમની આભાર વિધિ ડૉ. કલ્યાણી રાવલ, દ્વારા કરવામાં આવેલ હતી. અંતમાં ઉદીશા અંતર્ગત કરવામાં આવેલ કાર્યક્રમ ખૂબ જ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ હતો.

Scroll to Top