
Shri Vanrajsinhji Rayjada
Honourable President, Keshod Kelavani Mandal

Shri Vijaysinhji Rayjada
Honourable Secretary, Keshod Kelavani Mandal
Message from the President's & Secretary’s Desk...
Esteemed Greetings to the Educators, Scholars and Aspiring Mind,
Keshod Kelavani Mandal operates N P Arts and Commerce College, an educational institution providing education to the marginalised society for the last 45 years. The population of Keshod was only 20,000. Keshod, with its railway station, airport, and highway, was considered an important centre, and its vicinity was noted for trade among nearby regions. However, for girls, education was limited only to the metric level, and they had to go to Junagadh or Rajkot for further studies.
Keshod’s long-sighted leaders, including the former head of the Taluka Panchayat, Shri Masribhai Ram, leading industrialist Shri Keshubhai Vanpariya, Municipal President Shri Kanjibhai Thumbar, and social worker and women’s education advocate Shri Hathisinhji Bapu Rayjada, initiated the establishment of Keshod Mahavidyalaya on June 15, 1971.
Initially managed by the Municipal Council of Keshod, the college’s administration was handed over to Keshod Kelavani Mandal in 1973 due to technical reasons. Serving all the surrounding Talukas including Mangrol, Maliya, Mendarda, Vanthali, Manavadar, and Madhavpur, this only college in Keshod provided education to a population of 20,000, filling an educational void in the region.
Over the past 45 years, this institution has prepared thousands of graduate students. Today, it offers postgraduate courses in M.A. and M.Com. In Keshod town, even if there were to be a single women’s college, in NPAC College, 50 % of the seats would be reserved for female students. In the neighbouring talukas, where there is one or more colleges in each area, the number of students in NPAC college is 1,741. The success is attributed to the experienced, knowledgeable, and hardworking professor.
This college serves as a beacon of hope for underprivileged and less-educated individuals, offering them access to higher education. It not only imparts academic knowledge but also nurtures social consciousness and instils noble values. Students graduating from this institution carry with them the aspiration that, in the modern era dominated by technology, they can thrive in entrepreneurial endeavours, whether at the state or national level. The college is dedicated to upholding the core principles of education and is unwavering in its commitment to educational endeavors.
With Best Wishes!
Jay Hind! Vande Mataram!
પ્રેસિડેન્ટ અને સેક્રેટરીના ડેસ્ક તરફથી સંદેશ…..
માન્ય પ્રણામ શિક્ષકો, વિદ્વાનો અને મહત્વાકાંક્ષી વ્યક્તિત્વને,
કેશોદ કેળવણી મંડળ સંચાલિત એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલી, શિક્ષણથી વંચિત રહેલા સમાજને વિદ્યાનું દાન આપતી સંસ્થા છે. આજથી ૪૫ વર્ષ પહેલાં કેશોદની વસ્તી ૨૦ હજારની હતી. રેલવે સ્ટેશન, વીમાની મથક તેમજ હાઇવે પર આવેલું કેશોદ, એક સ્થળની દ્રષ્ટિએ મહત્વનું મથક હતું અને આજુબાજુના તાલુકાઓમાં વેપારની દ્રષ્ટિએ નોંધપાત્ર ગણાતું હતું. કન્યાઓ માટે માત્ર મેટ્રિક્યુલેશન સુધીની જ શિક્ષણ સુવિધા હોય વાલીઓ તેમને આગળ અભ્યાસ કરવા જુનાગઢ કે રાજકોટ મોકલવામાં હિચકિચાટ અનુભવતા.
કેશોદ વિસ્તારના દીર્ઘદ્રષ્ટા આગેવાનો તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી મસરીભાઈ રામ, અગ્રણી ઉદ્યોગપતિ શ્રી કેશુભાઈ વણપરીયા, નગર પંચાયતના પ્રમુખ શ્રી કાનજીભાઈ ઠુંમર અને ગૌસેવા તેમજ સ્ત્રી શિક્ષણના હિમાયતી શ્રી હઠીસિંહજી બાપુ રાયજાદાના અથાગ પરિશ્રમને અંતે ૧૫ જૂન ૧૯૭૧ ના દિવસે કેશોદ મુકામે મહાવિદ્યાલયનો આરંભ થયો.
કેશોદ કોલેજનો વહીવટ નગર પંચાયત હસ્તક હતો. પરંતુ ટેકનિકલ કારણસર ૧૯૭૩ માં કેશોદ કેળવણી મંડળ સ્થાપી કોલેજ નું સંચાલન તેને સોંપવામાં આવ્યું. માંગરોળ, માળીયા, મેંદરડા, વંથલી, માણાવદર, માધવપુર તેમજ કેશોદ આ તમામ તાલુકા વચ્ચે કેશોદની આ એક માત્ર કોલેજ હતી ૨૦,૦૦૦ ની વસ્તી ધરાવતા એક ગામે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી હતી.
છેલ્લા ૪૫ વર્ષથી ઉચ્ચ શિક્ષણ આપતી આ સંસ્થાએ હજારોની સંખ્યામાં ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. આજે અનુસ્નાતક કક્ષા એમ.એ અને એમ.કોમ નો અભ્યાસ કરાવવામાં આવે છે. કેશોદ નગરમાં એક મહિલા કોલેજ હોવા છતાં અહીંની કોલેજમાં બહેનોની સંખ્યા ૫૦ % છે. આસપાસના તાલુકામાં એક કે વધુ કોલેજ દરેકમાં હોવા છતાં અહીં વિદ્યાર્થીની સંખ્યા ૧૭૪૧ ની છે. તેનો યશ અનુભવી, વિદ્વાન અને કર્મઠ અધ્યાપકોને ફાળે જાય છે.
આ કોલેજના માધ્યમથી ખાસ તો પછાત, ગરીબ અને અશિક્ષિત વર્ગોના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તેમજ મહિલા કેળવણી દ્વારા સમાજની જાગૃતિ અને ઉચ્ચ મૂલ્યોની સ્થાપના થાય તેવી ભાવના સેવીએ છીએ. આજના કોમ્પ્યુટર યુગમાં પોતાના વ્યવસાયિક ક્ષેત્રે રાજ્યો કે કેન્દ્રમાં આપી સારી નામના મેળવી શકે તેવા વિદ્યાર્થીઓ આ કોલેજમાંથી તૈયાર થાય તેવા શુભઆશીર્વાદ પાઠવીએ છીએ. આ કોલેજ વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં તેમજ તે દ્વારા પ્રગતિશીલ સમાજની રચનામાં ફાળો આપે તેવું પ્રાથીએ છીએ. આજના યુગમાં શિક્ષણની પદ્ધતિમાં અનેક ફેરફાર થયા છે. ત્યારે સંસ્થા શિક્ષણના મૂલ્યોને ન્યાય આપીને શિક્ષણકાર્ય માટે સતત પ્રયત્નશીલ છે.
સૌને શુભેચ્છાઓ સાથે!
જય હિંદ! વંદે માતરમ!